બાંગ્લાદેશને સાત વિકેટે હરાવી ભારતે ટેસ્ટ સિરિઝ 2-0 જીતી

બાંગ્લાદેશને સાત વિકેટે હરાવી ભારતે ટેસ્ટ સિરિઝ 2-0 જીતી

બાંગ્લાદેશને સાત વિકેટે હરાવી ભારતે ટેસ્ટ સિરિઝ 2-0 જીતી

Blog Article

વરસાદથી પ્રભાવિત કાનપુર મેચમાં મજબૂત બોલિંગ આક્રમણ અને તે પછી યશસ્વી જયસ્વાલની અડધી સદીને કારણે ભારતે કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સિરિઝ 2-0થી જીતી લીધી હતી.

26/2 પર ચોથો દિવસે રમતની શરઆત કરતાં બાંગ્લાદેશ 146 રનમાં આઉટ થઈ ગયું હતું અને ભારતને ભારતને 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં ભારતે આક્રમક રીતે શરૂઆત કરી હતી પરંતુ શરૂઆતમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં જયસ્વાલે આઉટ થતા પહેલા 51 રન બનાવ્યા હતા. અંતે, વિરાટ કોહલી અને ઋષભ પંતે સાત વિકેટ બાકી રહી હતી ત્યારે ટાર્ગેટને હાંસલ કર્યો હતો.

ભારત તરફથી રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.. આ જીત સાથે ભારતે બે મેચની શ્રેણીમાં 2-0થી કબ્જો જમાવ્યો હતો.

બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 51 રન બનાવ્યા હતાં. કોહલી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિકેટકીપર રિષભ પંતે ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.

સોમવારે ભારતે 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વરસાદને કારણે ત્રીજા અને બીજા દિવસની રમત રદ કરવી પડી હતી. વરસાદને કારણે પહેલા દિવસે માત્ર 35 ઓવર જ ફેંકી શકાઈ હતી. આવી સ્થિતિમાં, મેચ લગભગ ડ્રો માનવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય ટીમે છેલ્લા 2 દિવસમાં આખું ચિત્ર પલટાવી નાખ્યું હતું.

Report this page